વધુ એક નાની ઉંમરના યુવકનું હાર્ટ એટેક આવતા મોત..! ક્રિકેટ રમતી વખતે અચાનક જ હાર્ટ એટેક આવતા 20 વર્ષના યુવકનું મોત, પરિવારજનોએ હૈયાફાટ રૂદન કર્યું…

આજકાલ સોશિયલ મીડિયા પર હાર્ટ એટેક ના કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે, આવી જ ઘટના અરવલ્લીમાં બની છે. અરવલ્લીમાં ક્રિકેટ રમતા 20 વર્ષીય યુવાનનું મોત થતા પરિવારજનો શોકમગ્ન બની ગયા છે. મોડાસાના પર્વ સોની નું ક્રિકેટ રમતા મોત થયું હતું, મૃતક એન્જિનિયરિંગ નો અભ્યાસ કરતો હતો. દીપ વિસ્તારમાં આવેલી ગોવર્ધન સોસાયટીના તીર્થ એપાર્ટમેન્ટમાં યુવાન રહેતો હતો.

થોડા દિવસો પહેલા સુરેન્દ્રનગરના પાટડી શહેર ભાજપ ઉપપ્રમુખ અને નગરપાલિકાના પૂર્વ યુવા સભ્ય રાજુભાઈ ઠાકોર ની તબિયત લથડતા પાટડી સરકારી હોસ્પિટલ દવા લેવા ગયા હતા. તે દરમિયાન હોસ્પિટલમાં જ હૃદય રોગનો હુમલો આવતા મોત થયું હતું. રાજુભાઈ ના નિધનથી પરિવારજનો સહિત ગામમાં શોકની લાગણી ફેલાઈ હતી. 39 વર્ષની નાની વયે હાર્ટ એટેક થી મોત નીપજતા પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું હતું.

આ ઘટનાની જાણ થતા ધારાસભ્ય સહિત ભાજપના આગેવાનોએ પરિવારજનોને સાત્વંના પાઠવી હતી. રાત્રે મિત્રો સાથે વાતો કર્યા બાદ મોડી રાત્રે ઘેર પહોંચતા હાથમાં દુખાવો થતાં જાતે મોટરસાયકલ લઈ પાટડી સરકારી હોસ્પિટલે દવા લેવા ગયા હતા. પાટડી સરકારી હોસ્પિટલના બાંકડે જ જોરદાર હૃદય રોગનો હુમલો આવતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા.

સ્વભાવે સૌમ્ય, સદા હસમુખ અને હર હંમેશા સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર રહેતા રાજુભાઈ ઠાકોરે નાની ઉંમરમાં જ ખૂબ જ નામના મેળવી હતી. થોડા દિવસો અગાઉ પાટડી શહેર ભાજપ યુવા પ્રમુખ નરેન્દ્ર ગઢવી નું પણ હૃદય રોગના હુમલા થી નાની વયે આકસ્મિક અવસાન થયું હતું.

તાજેતરમાં જ રાજ્યમાં એક જ દિવસમાં બે કિશોરોના હાર્ટ એટેક થી મોત થયા હતા. જુનાગઢ જિલ્લાના ગળું નજીક આવેલા ચોરવાડામાં 17 વર્ષીય કિશોર નાળિયેરીના બગીચામાં કામ કરતો હતો ત્યારે હાર્ટ એટેક આવ્યો હતો. જેમાં તેનું નિધન થયું હતું, 17 વર્ષીય જીગ્નેશ વાજા ના નિધનથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

રાજકોટમાં અઠવાડિયામાં બીજી વખત એક વિદ્યાર્થીનું હાર્ટ એટેક થી મોત થયું હતું. રાજકોટમાં એસ.જી.વી.પી ગુરુકુળમાં ધોરણ 10 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી સ્ટેજ પર સ્પીચ આપતા આપતા બેભાન થયો હતો. ધોરણ 10 માં અભ્યાસ કરતો દેવાંશ વિંટુભાઇ ભાયાણી સ્પીચ આપતો હતો ત્યારે બેભાન થઈને ઢળી પડ્યો હતો. જે બાદ તેને બેભાન હાલતમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું.