મીની બસ બાંધીને ચાંદલા વિધિ કરવા જતા પરિવારને કાળમુખો અકસ્માત નડી જતા 4 લોકોના કાળજા ફાડતા મોત, ઓમ શાંતિ..!

 જે ઘરની અંદર પ્રસંગ આવી પહોંચી હોય તે ઘરની ખુશીના કોઈ ઠેકાણા રહેતા નથી, એક બાજુ તડામાર તૈયારીઓ ચાલતી હોય છે, તો બીજી બાજુ ઘરમાં નાના બાળકોની મસ્તી મજાક અને મહેમાનોના ધામા નાખેલા હોય, એવા ઘરમાં દરેક ચીજવસ્તુ રુડી રળીયામણી લાગતી હોય છે..

પરંતુ વડીલ કહેતા હોય છે કે, જ્યારે પરિવારમાં શુભ પ્રસંગ આવી પહોંચે ત્યારે દુઃખની ઘડીઓ બનવાના યોગ પણ ખૂબ જ જોર પકડી લેતા હોય છે, આવા સમયે દરેક ડગલેને પગલે આપણે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. અત્યારે હીરાભાઈના એકના એક લાડકવાયા દીકરા નીતિનના ચાંદલા વીધી નક્કી કરવામાં આવ્યા હતા..

હીરાભાઈ કપડાંયાળા ગામમાં ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે, જ્યારે તેમના દીકરા નીતિનના ચાંદલા વિધિ શોઠજ ગામમાં રહેતી મિતલ નામની યુવતી સાથે નક્કી કરવામાં આવ્યા હતા. નિતીન એક ઇન્ટરનેશનલ કંપનીની અંદર ઘરે બેઠા જ નોકરી કરે છે, તે ખૂબ જ સારો પગાર પણ ધરાવે છે..

નીતિનના ચાંદલા વીધી નક્કી કરતા જ હીરાભાઈએ એક મીની બસ બાંધી હતી, આ મીની બસની અંદર પરિવારના દરેક સભ્યોએ પોતાનું સ્થાન લઈ લીધું અને તેઓ ચાંદલા વીધી કરવા માટે શોઠજ ગામ તરફ જઈ રહ્યા હતા, એવામાં રસ્તા ઉપર રૂપાનગરી હાઇવે ઉપર તેમની સાથે એવી ઘટના બની ગઈ કે, પરિવારના કુલ ચાર વ્યક્તિઓના કાળજા ફાડતા મૃત્યુ થઈ ગયા હતા..

આ અકસ્માતને લઈ પરિવારના આંગણે આવેલો શુભ પ્રસંગ મોતના માતમમાં છવાઈ ગયો હતો, જ્યારે મીની બસ રૂપાનગરી હાઇવે ઉપરથી પસાર થતી હતી, ત્યારે સામેની બાજુએથી ખૂબ જ વધારે ગતિએ એક ડમ્પર ચાલકે આગળ આવી રહ્યો હતો અને ડમ્પર ચાલકે સ્ટેરીંગ ઉપરથી ગાબુ ગુમાવી દેવાને કારણે મીની બસ સાથે અથડામણ કરી નાખી હતી..

આ અથડામણ થતાં જ મીની બસના કુરચે કુરચા ઉડી ગયા હતા અને આગળના ભાગે બેઠેલો ડ્રાઇવર કંડકટર તેમજ નીતિનના સગા કાકા અને નીતિનના સગા બાપુજી સહિત કુલ ચાર વ્યક્તિઓના કમકમાટી ભર્યા મૃત્યુ થયા હતા, જ્યારે બસમાં બેઠેલા અન્ય નવ વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા..

આ અકસ્માત સર્જાયો ત્યારે ડમ્પર ચાલક ડમ્પરને ઘટના સ્થળે મૂકીને ત્યાંથી ભાગવા લાગ્યો હતો. હવે ઉપરથી પસાર થતાં અન્ય વાહનોએ પોતાના વાહનોને સાઈડ ઉપર થોભાવી રાખ્યા અને મીની બસની અંદર સવાર થયેલા તમામ વ્યક્તિઓને બસની બારીનો કાચ તોડીને બહાર કાઢવા લાગ્યા હતા..



હેમખેમ ઘાયેલોને બહાર કાઢીને એમ્બ્યુલન્સ બોલાવી તેમને નજીકની હોસ્પિટલની અંદર સારવાર માટે મોકલી દેવામાં આવ્યા હતા, તો બીજી બાજુ બસનો કંડકટર બસનો ડ્રાઇવર નીતિનના સગા કાકા અને નીતિનના સગા બાપુજી સહિત કુલ ચાર વ્યક્તિઓના ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા હોવાને કારણે પોલીસની ટીમને પણ માહિતી આપીને ત્યાં બોલાવી લેવામાં આવી હતી..

આ ગમખ્વાર અકસ્માતને લઈને હાઈવે ઉપર ઘણા બધા કિલોમીટર લાંબો ટ્રાફિકજામ પણ સર્જાઈ ગયો હતો. પોલીસની ટીમે આ ટ્રાફિકને હળવું કરાવ્યું હતું અને બીજી બાજુ આ ડમ્પર ચાલાક કોણ છે અને ક્યાંથી ડમ્પર ચલાવીને આવી રહ્યો હતો, વગેરેની માહિતી મેળવવી રહી છે. ડમ્પર ચાલક તો ઘટના સ્થળેથી ભાગી ગયો હતો..

તેને પણ પકડી પાડવામાં આવશે તો બીજી બાજુ આ ચારે વ્યક્તિના કમકમાટી ભર્યા મૃત્યુ થતાં તેમને પણ અંતિમવિધિની કામગીરી પરિવાર જન્મે શરૂ કરી દીધી હતી, પરિવાર બિચારો ખૂબ જ મોટી મૂંઝવણમાં મુકાઈ ગયો હતો. કારણ કે, એક બાજુ ચાંદલા વિધિ કરવા જઈ રહ્યા હતા અને બીજી બાજુ તેમના જ પરિવાર માથે મોતનો માતમ ફાટી ગયો હતો..

શોટજ ગામે મિત્તલના માતા પિતા સહિત અન્ય મહેમાનો નીતિન અને તેના સગા સંબંધીઓની રાહ જોઈને બેઠા હતા, જ્યારે તેમને સમાચાર મળ્યા કે, નીતિન અને અન્ય મહેમાનો જે મીની બસ બાંધીને અહીં ચાંદલા વિધિ કરવા માટે આવી રહ્યા હતા. એ મીની બસનો અકસ્માત થયો છે..

અને આ અકસ્માત ની અંદર કુલ ચાર વ્યક્તિઓના મૃત્યુ થયા છે, આ સમાચાર સાંભળ્યા બાદ મિતલ પણ રડવા લાગી હતી કે આખરે તેમની સાથે જ શા માટે આવી દુઃખદ ઘટના બની હશે. આ અગાઉ પણ આ પ્રકારના ઘણા બધા અકસ્માતના બનાવો સામે આવી ચૂક્યા છે, રોજબરોજ હજારોની સંખ્યામાં અકસ્માત થાય છે..

જેમાં ઘણા બધા વ્યક્તિઓના જીવ પણ જતા રહેતા હોય છે, હાઇવે ઉપર વાહન ચલાવતી વખતે થતી નાની અમથીચુક પણ કોઈ વ્યક્તિના જીવ લઈ લેતી હોય છે. એટલા માટે હમેશા ખુબ જ સાવચેતીઓ રાખીને જ ડ્રાઈવિંગ કરવું જોઈએ, ક્યારેય કોઈ બેદરકારી ન સર્જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ..